હળવાશ ૧૫
હળવાશ ૧૫


હું હળવાશ દિલમાં લઈને ફરું છું.
દરદ સંઘરીને સદાયે હસું છું.
જખમ ખોતરે છે એ થઇને અમારા,
હું હળવાશ રાખી નિવારણ કરું છું.
શબદની રમતથી ગઝલને મઠારું,
ને હળવાશથી ભાવ મનનાં લખું છું.
જે ગમતી પળોની મહેફિલને માણું,
તે યાદોની હળવાશ ભીતર સ્મરું છું.
હું ગજવી શકું ના વ્યથા સાદ પાડી,
એ હળવાશના ઢોંગ "શીતલ" કરું છું.