હે હરિ...!
હે હરિ...!


મારો રાહ છે અન્જાન તું મારી સાથે ચાલ,
તાક્યું તીર સામે નિશાન તું મારી સાથે ચાલ,
વનવગડાની વાટ અઘરી મનને મૂંઝાવનારી,
મારગ લાગતો ને વેરાન તું મારી સાથે ચાલ,
આકુળવ્યાકુળ મનોદશા ના સૂઝે મને કાંઈ,
આટલું રાખ મારું માન તું મારી સાથે ચાલ.
ચાહત ઘણી મંઝિલ તણી દુઃષ્કર લાગે કામ,
ડગલે પગલે જોખમ જાન તું મારી સાથે ચાલ.
હાજરી તારી હમસફર મુસીબત ટાળનારી,
ને વાત ન જાય છઠ્ઠે કાન તું મારી સાથે ચાલ.