હે હરિ તું હશે
હે હરિ તું હશે


સર્વનો આધાર હે હરિ તું હશે,
ટાળનારો ભાર હે હરિ તું હશે,
હેત વરસાવે ઘણું તારા થકી,
સંગતે હો સાર હે હરિ તું હશે,
ના રહી શકનાર પીડા દેખતાં,
કર સદા ઉપચાર હે હરિ તું હશે,
ભાવના તારી રહી અઢળક ઉરે,
અશ્રુને હરનાર હે હરિ તું હશે,
દીનતા દેખી કદી તારાં તણી,
સાંભળે પોકાર હે હરિ તું હશે.