હે ભગવંત.
હે ભગવંત.
તારી ચરણરજથી પાવન કરી દે હે ભગવંત,
નામ તારું મારા રોમેરોમે ભરી દે હે ભગવંત,
તારા નામના આશરે વિશ્વાસે બેઠો છું હે હરિ,
જીવન જીવવાની કોઈ રીત ખરી દે હે ભગવંત,
વીંટળાઈને રહું છું જગમહીં માયા આવરણે,
એમાંથી છૂટવા કાજે તું કૈંક કરી દે હે ભગવંત,
નૈન મારા નિશદિન તરસી રહ્યાં દરશન પામવા,
તુજ આગમનની મુજને ખાતરી દે હે ભગવંત,
ઝંખના મારી પ્રતિદિન બળવત્તર બની રહેતીને,
તારી રૂપમાધુરી નૈન સંમુખ ધરી દે હે ભગવંત,
બાળી દે મારાં પાતકોને હોય ભલેને એ હજારો,
તારી કૃપાદ્રષ્ટિ મુજ પર ફરીફરી દે હે ભગવંત.
