હૈયે ઉમંગ જાગે
હૈયે ઉમંગ જાગે
અંજન કરો આંખોમાં,
ને પહેરો કુંડલ કાને,
તમે કેશ ગૂંથો,
ને હૈયે ઉમંગ જાગે.
દાડમ ક્ળી સમ હોઠ મલકે,
ને પડે ખંજન ગાલે,
તમે રણકાવો કંગન,
ને હૈયે ઉમંગ જાગે.
જાગો તમે તો પડે સવાર,
ને સૂવો તો રાત,
તમે આળસ મરડો,
ને હૈયે ઉમંગ જાગે.
મુખડું કરે સ્મિત ,
ને ઊગે પૂનમનો ચાંદ,
તમે હસી પડો,
ને હૈયે ઉમંગ જાગે.
તાર ઝણઝણે હદયના,
ને દિલડું હરખાય,
તમે અંગ મરડો,
ને હૈયે ઉમંગ જાગે.
એવી ચાલો તમે ચાલ ,
જાણે ઢળકંતી ઢેલ,
તમે પગલાં માંડો,
ને હૈયે ઉમંગ જાગે.
ઉરનો ઊભાર એવો કરો,
જાણે ધડકનોનો ઢગલો,
તમે તિરછૂ જૂવો,
ને હૈયે ઉમંગ જાગે.
તમારાં રુપે અંજાઈ હું,
થઈ ગ્યો છું "નટવર",
તમે રાધા બનો,
ને હૈયે ઉમંગ જાગે.