STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હાલને સખી

હાલને સખી

1 min
167

હાલને સખી માણી લઈએ આવી હુતાશની,

એકમેકને પિછાણી લઈએ આવી હુતાશની,


અંતરેથી ઊભરાય ઉમંગ ઉત્સવ ઊજવીએ,

રંગની સંગાથે પાણી લઈએ આવી હુતાશની,


જીવનને ભરી દઈએ રંગભીનુંને હો ગમતીલું,

આનંદને જાણે વરી લઈએ આવી હુતાશની.


તું બની જા કહાનને હું બનું પછી તારી ગોપી,

એ લ્હાવો ફરી ફરી લઈએ આવી હુતાશની.


ગામના ચોકે પ્રગટાવીએ હોળી સહુ સંગાથે,

કુટેવોને સાવ હોમી દઈએ આવી હુતાશની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational