STORYMIRROR

Jogeshwari I Chhaya

Inspirational

3  

Jogeshwari I Chhaya

Inspirational

હાલને નવલ દિવાળી ઉજવીએ

હાલને નવલ દિવાળી ઉજવીએ

1 min
14.1K


હાલને આપણે દિવાળીને,

નવલ નવલ ઉજવીએ.

ઘરમંદિરની સફાઈ કરીને,

મનમંદિર પર જઈએ.

વેરઝેરની જૂની ગાંઠો,

ફટફટ ફોડી દઈએ.

અંતર મનનાં ખૂણેખૂણાને,

સ્ફટિક સરીખું કરીએ.

દિલને ચોખ્ખુંચણક કરીને

પરમનાં બેસણાં કરીએ.

હરપળ હસતાં હસતાં રહીને

ચેતનાને વિસ્તરીએ…

અવગુણોના પ્રવેશ નિષેધે,

પ્રેમ દિપક પેટવીએ…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational