STORYMIRROR

Jogeshwari I Chhaya

Others

1.3  

Jogeshwari I Chhaya

Others

અમારી બાને શ્રદ્ધાંજલિ

અમારી બાને શ્રદ્ધાંજલિ

1 min
17.1K


અનુભવનો અતૂટ ખજાનો,
આત્મવિશ્વાસે છલકે
બીજાની સેવા કરવામાં
જરીકે નાનમ ન સમજે.

બીજાં માટે જાતની
કદી ન કરતી પરવા.
જીવન એવું જીવી ગઈ,
એની શીખ અવિરત છલકે.

જરીક માંદા પડીએ તો
ઘરગથ્થું ઉપાય કરતી રહેતી,
અધમ હોય અહીં અઢી દિ’ નો
ને માંદગી પાછી ફરતી.

કુટુંબ આખાંનો જાણે વડલો
સગાં સ્નેહી સૌ આવે
પીડા લઈને આવતાં સઘળાં
સુખ સુખ લઈને જાએ.

વડીલપણાંનો મોભો જાળવી,
સૌને છાંયડો દેતી
સ્થૂળ શરીરે નથી ભલે
બા રોમરોમ રણઝણે.

સૌમાં એની છાલક ઉભરે.
શ્રદ્ધાંજલિમાં શબ્દો ખૂટે
માંગું એજ એની પાસે.

કુટુંબ પ્રેમની વાત્સલ્ય ભાવની
સદા રહે સરવાણી,
બા, અમારાં સૌનાં હૈંયે
આવે કરવા ઉજાણી.


Rate this content
Log in