ગુસ્સો
ગુસ્સો
અણગમતી ઘટના નોતરે છે ગુસ્સો,
લાલાશ આંખમાં એ ભરે છે ગુસ્સો.
વૈચારિક ભિન્નતા જવાબદાર શક્ય,
શબ્દ સહારે વૈખરી ધરે છે ગુસ્સો.
બુધ્ધિમત્તા શૂન્ય થઈ વિરામ લેનારી,
તડફડની ભાષા ઉચ્ચારે છે ગુસ્સો.
સમય વીતતાં પસ્તાવો થાય ખરો,
ક્ષણિક આવેશથી ઊભરે છે ગુસ્સો.
કશું મળતું નથી તોયે વૃત્તિના શમને,
ભૂલી શાનભાન કેવો કરે છે ગુસ્સો.
આખરે નબળાઈ એ માનવમનની,
પરાવાણી થકી છેવટે ઠરે છે ગુસ્સો.
