STORYMIRROR

Jay Davda

Drama Thriller

3  

Jay Davda

Drama Thriller

ગઝલ- દુનિયા

ગઝલ- દુનિયા

1 min
14.2K


તમે હિન્દી ગઝલ ચોરીને, ગુજરાતી કરી લીધી,

ભરી મહેફિલમાં વાંચીને, પ્રશંસાઓ ચરી લીધી,


કથા કરતાં વધારે મ્યુઝિકલ, કિર્તન-ભજન ગાયા,

કરી સપ્તાહ તગડી દક્ષિણા, ગજવે ભરી લીધી,


ભૂવાએ સ્ત્રીનો કોમળ દેહ, વારંવાર ચૂંથ્યો છે,

બિચારી સ્ત્રી એ સમજી છે કે, પીડાઓ હરી લીધી,


પૂછો કશ્મીર ક્યાં છે તો કહે, કન્યાકુમારીમાં,

કહે ભૂગોળના ટીચર કે મે દુનિયા, ફરી લીધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Jay Davda

Similar gujarati poem from Drama