STORYMIRROR

Dilip Ghaswala

Classics

4  

Dilip Ghaswala

Classics

ગઝલ - ચૂંટી લો હવે..આ નમો ને...

ગઝલ - ચૂંટી લો હવે..આ નમો ને...

1 min
401

આ નમો ને સર્વે ચૂંટી લો હવે ;

મંદબુદ્ધિ છો પડે ભૂલો હવે ,


લાંચ રૂશવતના જમાના તો ગયા ;

લોકશાહી હિંચકે ઝુલો હવે ,


છાતી છપ્પનની હવે રાખી ફરો ;

એર સ્ટ્રાઈક થી ફરી ખુલો હવે ,


ખૂબ ઊંચા છે, ગરીબી રેખાથી ;

ગર્વથી સળગાવજો ચૂલો હવે ,


માયા મમતાનો સફાયો જો થયો ;

કંટકો સહ આપજો ફૂલો હવે .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics