ગઝલ:- ભેટ
ગઝલ:- ભેટ


લોકડાઉન ફરી આવવાનું નથી,
આ સમય વેડફી નાખવાનો નથી.
ઘરમાં બેઠો છે તો ક્ષોભ શાને કરે,
શું વખત જાત કંડારવાનો નથી ?
સુસ્ત આ દેહને રાખ કસરતમાં રત,
કે બહાના હજુ છોડવાનો નથી ?
ધૂળ જામી ગઈ જે કિતાબો ઉપર,
શું વખત એને ખંખેરવાનો નથી ?
રોગ શું થાય પીને ઉકાળો, વળી
શું વખત યોગ અપનાવવાનો નથી ?
ચૌદ વર્ષો રહ્યા રામ જેવાં અડગ,
એમ રૈ દેશ ઊગારવાનો નથી ?
ભેટ 'નિર્મલ' મળી લોકડાઉન થકી,
એટલે આ કલમ મૂકવાનો નથી !