અલખ માંગે
અલખ માંગે




અલખ માંગે જીવનમાં જો હિસાબો શું સખી આપું
બધી તો છે ખબર તમને, ગજું શું આલેખી આપું,
ફિકર સૌની તને પણ થાય, એ હું વાત જાણું છું
જગત ખુશીઓ જ શોધે છે, મફત આંસુ લખી આપું,
મને આપે હૃદય તારું, ઘડીભર હું રમી લઉં ને
રમકડાં સૌ અભિમાની, જનાજે પાલખી આપું,
ઉધારીમાં જ હું ભગવાન તમારો સાથ છોડું છું
પ્રભુ! પાછું મરણ તારું, કવિ છું પારખી આપું,
ફરી 'નિર્મલ' જીવન મારે, જીવીને પ્રેમ કરવો છે
વફા મેં તો ઘણી ચાખી, કે નફરત ઓળખી આપું.