સાક્ષી
સાક્ષી


ના હજુ આ દેશ મારો થઈ શક્યો આઝાદ છે !
હિન્દુ મુસ્લિમની વચાળે ક્યાં શમ્યો જો વાદ છે !
જાળવી રાખો તો તમને રાખશે એ જાળવી,
એટલી બસ સાંસ્કૃતિક આ વારસાની દાદ છે !
ચીન પાકિસ્તાનની મૈત્રી ભલેને ગાઢ હો,
સર્જિકલ સ્ટ્રાઈકનો ચાખી ગયા પરસાદ છે !
એક સવા લાખથી લડાવે, સિંહ ભગાડે ગીધથી
યાદ ગુરુ ગોવિંદસિંહની આજ પણ જેહાદ છે !
જ્યાં બળ્યું કાપડ વિદેશી આજ એ જગ્યા સહિત,
વા બધે પશ્ચિમનાં વાયા સાક્ષી અમદાવાદ છે !
*અરજ,
જેહાદ - ધર્મ ખાતર કરેલું યુદ્ધ