ઘૂઘવતો સાગર !
ઘૂઘવતો સાગર !


આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે
એ પણ શું કરે ? વ્યથાની વાર્તા તો અહીંયા રોજ વહે છે,
તમાશા તો દુનિયા કરે છે અને અંતર્મુખી એને કહે છે
આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે,
હસતો અને હસાવતો, ઘૂઘવતો બસ સાગર દેખાય છે
કોઈ ક્યાં જાણે ? મન ભીતર જે મૌન વલોવાય છે!