STORYMIRROR

Divyesh Ghediya

Classics Others Abstract

2  

Divyesh Ghediya

Classics Others Abstract

ઘોર અંધારી રાત

ઘોર અંધારી રાત

1 min
14.5K


સૂઈ જાય છે આ ઘોર અંધારી રાત,

પણ શાંત પળોમાં હું જાગ્યા કરું છું.

અગણિત ટાંક્યા છે આભલે તારા,

પણ નાહકનો એને ગણ્યા કરું છું.

બનાવીને રાતનું દિવ્ય કાજળ,

સતત હું આંખમાં આંજ્યા કરું છું.

વિચારોના દોરાથી ખુલ્લી આંખે,

સપનાની માળા ગૂંથ્યા કરું છું.

ચાંદ તારાઓની ભરી મેહફિલમાં,

હું પણ થોડી જગ્યા કરું છું.

આ એકાંતના ધબકારા સાંભળવા,

અંધારી ગલીઓમાં ભમ્યા કરું છું.

દુરથી જો દેખાય કોઈ રોશની,

તો અજાણ્યાની જેમ તાક્યા કરું છું.

વિચારોની વેલ રાખવા લીલીછમ,

આંખોમાં પાણી છાંટ્યા કરું છું.

દિવસના અજવાળામાં સુજતું નથી,

એટલે અંધારી રાતમાં લખ્યા કરું છું.

રાત્રે હું ખુદને મોજથી માણી લઉં,

દિવસની ભીડમાં બસ, ભાગ્યા કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics