STORYMIRROR

Divyesh Ghediya

Others Classics Inspirational

3  

Divyesh Ghediya

Others Classics Inspirational

ભલેને કોઈ કહે

ભલેને કોઈ કહે

2 mins
13.5K


બસ થોડા હાલાતોનો શિકાર છું.

પણ લોકો કહે માનસિક બીમાર છું.

ઈશ્વરે બધાને અલગ બનાવ્યા,

એમાંનો જ એક પ્રકાર છું.

જુઓ તો એક સામાન્ય વ્યક્તિ,

જો વિચારો તો એક વિચાર છું.

એકાંતમાં જાણે ઉજ્જડ ઉપવન,

મળો તો મનગમતો શૃંગાર છું.

અનુભવો તો શીતળ છાયા,

ને છંછેડો તો અંગાર છું.

ઉઘડું તો છું ખુલ્લું મેદાન,

ને ઉભો રહું તો દિવાર છું.

કામ પડે બીજાને, તો કામનો,

જો ના પાડું, તો બેકાર છું.

આજે ભલે ફાડીને ફેંકી દો,

કાલે ફરી ગુંજતું અખબાર છું.

જિંદગીમાં કોઈ પણ કસોટી માટે તૈયાર છું.

પછી ભલેને કોઈ કહે માનસિક બીમાર છું.


Rate this content
Log in