એ પ્રેમ છે
એ પ્રેમ છે


તારું સપનું ઊગ્યું મારી આંખમાં એ પ્રેમ છે...
ના કશું તેં કહ્યું સમજી સાનમાં એ પ્રેમ છે....
વેદના સંતાડવાની ટેવ તારી, છે ખબર
આવ્યું તારું દુઃખ મારા ધ્યાનમાં એ પ્રેમ છે...
માર્ગ તારો સાવ સૂનો, ભેરુ ના કોઈ દિસે
ચાલું પડછાયો બનીને રાહમાં એ પ્રેમ છે...
માંગણી તારી કશી ક્યારેય કોઈ હોય ના
ગમતું ને ના ગમતું મારા ખ્યાલમાં એ પ્રેમ છે...
આવશે સંજોગ કેવા કોણ જાણે કાલના,
પણ નિભાવું સાથ હું હર હાલમાં એ પ્રેમ છે.