STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

દ્રવઉ રામ દયામય

દ્રવઉ રામ દયામય

1 min
231

ભવોભવની ઝંખના રહી મારી દ્રવઉ રામ દયામય,

દરશનની અભિલાષ અમારી દ્રવઉ રામ દયામય,


નયન તરસે ઝાંખી કાજે જગત્પતિ ધનુર્ધારી રામને,

મુજને હરિવર નિજજન ધારી દ્રવઉ રામ દયામય,


માયાપાશે લલચાયો, બંધાયો, અથડાયો, ભટકાયો,

લ્યોને કરુણાનિધાન તમે ઉગારી દ્રવઉ રામ દયામય,


અંતર મારું અંતર તમારું કરોને એકરૂપ રઘુકુલનંદન,

ચોરાસી ફરતાની હો વેદના ભારી દ્રવઉ રામ દયામય,


નાથ સુગ્રીવ, વિભિષણ, અંગદ કેવટ લીધા અપનાવી,

લાગે મનમોહક મૂરત પ્રભુ ન્યારી દ્રવઉ રામ દયામય,


ભક્તવત્સલ, દયાનિધિ, કૃપાસિંધુ કોશલેશ રાવણારિ,

હોય સર્વ સમર્પણની હવે તૈયારી દ્રવઉ રામ દયામય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational