દર્દ એક હમદર્દ
દર્દ એક હમદર્દ
દર્દ ને કદી પાંખો નથી હોતી
કે નથી હોતા પગ,
છતાંયે ખબર ના રહી
ક્યારે આવી વસી ગયું આંખમાં?
દોસ્તી તો શીખે કોઈ એની પાસે,
દુઃખ માં હંમેશ સાથ રહે ને
સુખ માં શોધે ય ના મળે,
દર્દ તો દુખિયા નો સહારો ને,
કિનારો છે ડૂબતાનો,
સુખમાં ઉડતા માનવને
એ ધરતી પર પછાડે છે,
સાચું કહું તો માનવને
દર્દ જ માનવ બનાવે છે.