દીવો
દીવો
આંખોને ચકિત કરતા,
રોશનીથી અંધ બનાવતા,
વિધુત બલ્બો બંધ કરીને,
માટીના પ્રદીપ પ્રગટાવીને,
સાત્વિક પ્રકાશ માણીએ,
બે ઘડીમનને શાંત કરીયે.
જૂની અને દુઃખદાયક યાદો,
બાળી ને ભસ્મ કરીયે,
સુખદ અનુભવ કરીયે,
તેના અજવાળે,
જગત નિહાળીયે,
પોતાની જાત સાથે,
વધુ સારી ઓળખાણ કરીયે.