ધીરજ થકી
ધીરજ થકી
શ્રદ્ધા ફળે છે ધીરજ થકી.
માગ્યું મળે છે ધીરજ થકી,
ચંચળ મન કશું ના પામતું,
આફત ટળે છે ધીરજ થકી,
સત્કર્મો સતત કરતા રહો,
પાતક બળે છે ધીરજ થકી,
જીવ શિવનું મિલન નક્કી,
ઈશમાં ભળે છે ધીરજ થકી,
'દૃષ્ટો' પર પણ કૃપા થનારી,
પાછા વળે છે ધીરજ થકી.
