દેજે
દેજે
હરિ તારા ચરણમાં સદાય મને સ્થાન દેજે,
હું છું આખરે તારો હરિ આટલું ગુમાન દેજે,
માયા જંજાળે લપેટાયો ઘણો થઈ લાલચી,
તને પામવાનું હરઘડી હરપળ નિશાન દેજે,
અંતર મુજ રહે ઝંખતું તારા આગમન કાજે,
સંભળાય તવ ગુણાનુકીર્તન એવા કાન દેજે,
ઝૂકું નહીં કદીએ ઝાલિમો સમક્ષ; તારો છું,
રહું તારામાં રત અવિરત થવા મસ્તાન દેજે,
સાંભળી મનોવ્યથા મારી તારે આવવું ઘટે,
ઓળખી શકું તને એટલું મને તું ભાન દેજે.
