STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દામ્પત્ય

દામ્પત્ય

1 min
60

પરસ્પર સ્નેહ, હૂંફ ને સહકારથી દીપે છે દામ્પત્ય.

ઔદાર્યપૂર્ણ સદાય વ્યવહારથી દીપે છે દામ્પત્ય.


"ખમી જા" ને " "નમી જા" એ સૂત્રો સુખી જીવનનાં,

એકમેકને સમજવાના વિચારથી દીપે છે દામ્પત્ય.


'આગપાણી' ના અનુસરણે જીવાય છે જિંદગીને,

પ્રેમસભરના પ્રતિદિન ઉચ્ચારથી દીપે છે દામ્પત્ય.


કંકાસ, કલેશને મતભેદ મિટાવવા અત્યંત જરુરી,

પ્રસંગોચિત અપાતા ઉપહારથી દીપે છે દામ્પત્ય.


ઊભયનું સંકલન સમયાંતરે થવું અનિવાર્ય ગણાય,

આપસમાં લાગણીના ઊભારથી દીપે છે દામ્પત્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational