ચકલોને ચકલી
ચકલોને ચકલી
રોજ ચકલોને ચકલી ઉડીને એક એક તણખલું લાવતા,
એ પણ બન્ને ફ્લેટ એક લઈને, હપ્તે હપ્તે ભરતાં.
ચકલીએ ઈંડા મુક્યા હતા એમાં બે,
ફ્લેટમાં પણ કલરવ થયા વરાફરતે બે.
ચકલી ને ચકલો ચણવા જાય એકપછી એક,
એ પતિ પત્ની નોકરીની સીફ્ટ બદલે છેક.
બચ્ચા તો મોટા લાગ્યા ઝડપથી થવા,
બાળકો બન્ને પણ બહાર નિકળી લાગ્યા રમવા.
ચકી ચાંચ મહીં ચોખા નો દાણો લાવી બક્ષે,
ચકો તો બચ્ચાને સાપ અને બાજથી રક્ષે.
અહીં મમ્મી બનાવે નિત નવી રસોઈ,
પપ્પા તો ભણવા બેસાડેને ફી મોંઘી ભરાઈ.
છોકરાઓ તો ભણી ગણી પરદેશ જઈ વસ્યા,
મમ્મી પપ્પા ઝુરે, યાદે, ભૂલી ક્યારે હસ્યાં.
બચ્ચા તો ચકાચકીના યે ગયા છે ઊડી,
તો યે ચકા જોડલું ગીત ગાય ગગને ચડી.
શાને મનુષ્ય તું રાખે અપેક્ષા ને,
થાય દુઃખી ક્યારેય મળવાનું નથી જે.
તારા કરતા તો ક્યાંયે સારા આ જીવ અબોલ !
જે નથી બચ્ચાને કહેતા કેટલુંય કર્યું તમારી પાછળ
ખોઈ જીવન અણમોલ ?
