છૂક... છૂક...છૂક...રેલગાડી આવી
છૂક... છૂક...છૂક...રેલગાડી આવી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
છૂક... છૂક... છૂક... રેલગાડી આવી
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી... (૨)
ધરતી ધ્રુજાવતી, પટરી ખખડાવતી,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી.
આગળ છે એન્જિન, પાછળ છે ટી. ટી.
બાબુ, છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી.
લાલ લાઈટે ઊભી રહેતી,
લીલી લાઈટે ચાલી જાતી,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી.
રમેશ, મહેશ, મીના ઝડપથી દોડો - દોડો ,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી.
માણસોનો મેળાવડો લઈને,
પાલનપુરના પ્લેટફોર્મ પર,
છૂક... છુક... છૂક.. રેલગાડી આવી
ઓ... રેલગાડી આવી.