Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Honey Patel

Romance

5.0  

Honey Patel

Romance

CHAL KAIK LAKHI NAKHU❣

CHAL KAIK LAKHI NAKHU❣

1 min
472


ચાલ કંઈક લખી નાખું,

તારી આ આદતોને આજે,

હું મારી ડાયરીમાં સમેટી નાખું,


આમ તો બધા તારા વખાણ જ કરતા હોય છે,

પણ આજે હું તારી ખામીયો વિશે કંઈક લખી નાખું,


તારી આ ઘેરા બદામી રંગની આંખો,

જેમાં છે કેટ-કેટલા મોટા સપના,

લાવ આ સપનાઓમાં થોડો રંગ હું ભરી નાખું,


તારું આ લાંબું નાક, જેને જોઈને મને યાદ આવે,

આપણો લાંબો સફર,

ચાલ સાથે ચાલીને આ સફરને,

હું મારી યાદોમાં કેદ કરી નાખું,


તારું આ અતિસુંદર હાસ્ય,

જેને જોઈને મારો આખા દિવસનો,

થાક ઉતરી જાય છે,

લાવ આ હાસ્યને હું શબ્દોમાં વર્ણવી નાખું,


તારો આ દ્રઢ હાથ, જેને હું વારં-વાર ચૂમતી હોવ છું,

લાવ આ હાથ પકડીને આખી દુનિયાને હું જીતી નાખું,


તારું આ કોમળ દિલ, તારા કહેવા પ્રમાણે જેમાં હું રહું છું,

લાવ આ દિલમાં આપણા માટે ઘર બનાવી નાખું,


અરે આ તો જો એક આખું પાનું ભરાઈ ગયું,

પણ તારી ખામીયો જ નઈ મળી,

લાવ જરા તારી આ આદતોને,

હું મારી નજર સમક્ષ ફરીથી રજુ કરી નાખું,


ચાર-પાંચ વાર વાંચ્યા પછી ખબર પડી,

કે જયારે તમે કોઈને પુરા દિલથી પ્રેમ કરતા હોવ,

ત્યારે એમની ખામીમાં પણ પ્યાર જ છલકાતો હોય છે,


ચાલ કંઈક લખી નાખું,

તારી આ આદતોને આજે હું,

મારી ડાયરીમાં સમેટી નાખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance