STORYMIRROR

Honey Patel

Romance

3  

Honey Patel

Romance

તું ખાસ છે

તું ખાસ છે

1 min
728

તું ખાસ છે, 

ભલે પાસે નથી છતાં પણ તું ખાસ છે,

મન નથી ભરાતું તારા વિચારોથી એટલે જ તો આંખોમાં છુપયેલા તારા હસતાં ચેહરાને જોવાની ક્ષણ પણ ખાસ છે,

રાતની વાતોમાં તારો સાથ ખાસ છે,

પણ વાતો કરતા મારા હાથમાં તારો હાથ ખાસ છે,

મારાં સપનાઓ કરતા તારી સાથે વિતાવેલી હકીકત ખાસ છે,


હું કહેતી નથી છતાં તું ખાસ છે,

તને કહ્યા વિના અને તારા દિલની વાતો જાણ્યા વિના તને અખૂટ પ્રેમ કરવો એ ખાસ છે,

તારી અને મારી વાતો ખાસ છે,

વાતો કરતા તારી બાજુમાં બેસીને તારી સાથે હસવું અને રડવું એ ખાસ છે,

પણ વાતો દરમિયાન તારી આંખોમાં મને પોતાને જોવું એ ખાસ છે,

શાંત સમયમાં તારો સાથ ખાસ છે,

કશું બોલ્યા વિના તારું મારી સાથે બેસવું એ ખાસ છે,

કારણકે તારું મારી સાથે હોવું એનાં કરતા મારું તારી સાથે હોવું એ ખાસ છે,

હા, તું ખાસ છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Honey Patel

Similar gujarati poem from Romance