STORYMIRROR

patel Raviraj

Romance Others

4  

patel Raviraj

Romance Others

બસ એ

બસ એ

1 min
185

રોજ નવા દર્દ શાને દે છે,

ક્યારેક તો આઘાતમાંથી ઉભા થવા દે,

શ્વાસ લેવા કોઇ હવે હવા દે છે,

સમજી જવું એ દર્દ નવા દે છે.


યુગો સુધી અકબંધ રહ્યો સ્નેહ-સેતુ,

એને તોડવા કોઈ હવે અગ્નિ દે છે,

લાગણી પાઈ છોડમાંથી ઝાડ કર્યું મેં,

હવે પોતાના જ વૃક્ષને સળગાવી દે છે.


ઈચ્છાને તો જડી દીધી એમની છબી સાથે,

પણ આ સ્મરણ એમનું ક્યાં સુવા દે છે,

થાકીને માંડ માંડ એકાદું ઝોકું આવ્યું, 

પણ તારું ડોકાચીયું પાણી ફેરવી ગયું.


વીસરવા છે હવે પણ ચહેરો જોઈ ને,

એ હવે મરવા અમને દવા દે છે,

રોજ નવા દર્દ શાને દે છે,

ક્યારેક તો આઘાતમાંથી ઉભા થવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from patel Raviraj

Similar gujarati poem from Romance