મૌલિક રચના : વરસાદ નું ટીપું
મૌલિક રચના : વરસાદ નું ટીપું
જેનું ખેડૂતોનું ટોળું રાહ જોતું,
હા આ એજ વરસાદનું ટીપું,
જેના માટે અતિ ઈચ્છુક રહેતું ચેતક
આ ચેતકની ચાહ સમાન વરસાદનું ટીપું.
વાવણીના સમયે ખેડૂતની લાગણી ને,
ભગવાનનો આશીર્વાદ બનતું આ જ ટીપું,
ઉનાળામાં તરસ છુપાવવા ભરાતું ખાબોચિયું,
હા એનું જવાબદાર આ જ વરસાદનું ટીપું.
વક્રીભવન ને પારાવતૅનના નિયમ સમજાવતુ,
અને મેઘધનુષ રચાવતુ આ જ વરસાદનું ટીપું,
વેરાન દિલના આ રણમાં ઊગતું એક પ્રેમ પુષ્પ,
અને એ પ્રેમને ભીંજવીને કરતું ભીનું આ ટીપું.
ચોમાસાનું આગમન એંધાણ આપતું વરસાદનું ટીપું,
ને પ્રેમના તરબતોર થવા જરૂરી લાગણીનું ટીપું,
ઝરમર અવાજ સાંભળવા મજબૂર કરતું આ ટીપું,
એકબીજાના પ્રેમમાં ભીંજવા જરૂરી પ્રેમનું ટીપું.
અકબંધ રહેલા સ્નેહ સેતુની આગને ઠારવીને,
ઠંડી પાડવા જરૂરી છે બંનેને સમજણનું ટીપું,
નાના એવા છોડને વૃક્ષ બનાવવા
પોષણ માટે જરૂરી ટીપું.
ચોતરફ અંધારા વાદળાં ઘેરાઈ જાય,
વીજળીના કડાકો થતા,
અહી તો આંખો ઝબકે ત્યાં,
ખાબકે ધોધમાર વરસાદનું ટીપું.
