STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ભોમ અમારી અમે તો ભોમના

ભોમ અમારી અમે તો ભોમના

1 min
191

જનશક્તિની વિરાટ ચેતના

આહિંસાથી અજવાળી

દેશે દેખી આ ગાંધી પેઢી

વતન કાજે મતવાલી,


આઝાદીનાં અમર લડવૈયા

ધરી ભેટ મહામૂલી

ગાશે જયઘોષ આ હિમાલય

નવયુગી હશે નભલાલી,


ભોમ અમારી અમે તો ભોમના

રમે રણકાર જ ઉરે

ત્રિરંગો આંચલ ઐક્યતણો

યશોધરો થઈ ઝૂમે,


છે આંખે સ્વપ્નો વ્યોમ મંડલા

કળા જ્ઞાને જગ ગાશું

સૂરજની શાખ દેશું સાગરે 

થઈ મેઘો વિખરાશું,


શ્યામલ આ ભ્રષ્ટતાની ઓથમાં

લપાયો રે જન સૂરજ

આજ પડી હાકલ વીરા જાગજો

ધરે ગર્વ હિંદ ગુંબજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational