STORYMIRROR

Dalpatram Ram

Classics

0  

Dalpatram Ram

Classics

ભણે તું ભૂગોળ

ભણે તું ભૂગોળ

1 min
750


ભણે તું ભૂગોળ ને ખગોળ ભણ્યો ભાવ ધરી,

ગણિતની ઝીણી ઝીણી ગૂંચને ઉકેલતો;

ભાષા ઇતિહાસ જાણી વિજ્ઞાને વધુ વખાણી,

પશુ પંખી પહાડ જીવ જંતુ જ્ઞાને ખેલતો;

દેશને વિદેશમાંહી, વિદ્યાનું છે માનપાન,

ભાષણે ભભકભરી ભાષામાંહી માણ્યું છે;

જાણવા જેવું બધુંય દુનિયામાં જાણ્યું પણ

જાણ્યા વિના આપને જે જાણ્યું તે ન જાણ્યું છે.


ભોગ કરે રોગ ત્યારે વૈદ્યને વિશેષ લાભ,

દેશ ભંગ થતાં બેસે કોળી તો કમાઈને;

પડે જો દુકાળ રળે દાણાના દુકાનદાર,

લડે જો ભૂપાળ લાભ સો ગણો સિપાઈને;

માનવીઓ મરે ત્યારે ભલો લાભ ભંગિયાને,

અને અવતરે ત્યારે દામ મળે દાઈને;

દાખે દલપતરામ લડે લોક ઠામ ઠામ,

ભલો લાભ તે સમે મળે વકીલ ભાઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics