STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

બારણાં.

બારણાં.

1 min
250

ઘર અને બહાર બંનેનું ધ્યાન રાખે છે બારણાં,

આવકારે અને વિદાય પણ આપે છે બારણાં.


ક્યાંક જોડ કમાડ તો ક્યાંક એકવચનમાં છે,

લાભ- શુભને સ્વસ્તિકને શોભાવે છે બારણાં.


આવનજાવનના જાણે કે પહેરેદાર છે હંમેશાં,

મહેમાનોના ટકોરાઓ સદાય ખમે છે બારણાં.


ક્યાંક ગણેશ તો કદી હનુમાન હોય છે ઉપર,

આલ્ડ્રાફ અને તાળાંઓથી વાસે છે બારણાં.


યાદ પ્રહલાદને નૃસિંહની હજુએ છે અકબંધ,

ઘરની નારીથી ઉંબર પૂજન કરાવે છે બારણાં.


અંદરને બહાર બંનેની જોડતી કડીરુપ છે એ,

માલિક પહેલાંય મહેમાનને એ મળે છે બારણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational