STORYMIRROR

Dhanvi Shah

Inspirational

3  

Dhanvi Shah

Inspirational

'બાળઘડતર'વિશ્વશાંતિની ગુરુચાવી

'બાળઘડતર'વિશ્વશાંતિની ગુરુચાવી

1 min
379


આજે છે દુનિયા વ્યસ્ત,
પોતપોતાના માં મસ્ત.
નથી પડી કોઈને કોઈની,
ભલે પછી થાય ધ્વસ્ત.

આજનો માનવી છે સ્વાર્થી,
એમાં થશે દુનિયા ધ્વસ્ત.
માત-પિતા સમજીલ્યો હવે,
રહો બાળ ઘડતરમાં વ્યસ્ત.

લાડકવાયા બાળક ને સમજાવીએ,
છે સમાન ધર્મ સમસ્ત.
ગામ, શહેર, દેશ, દુનિયામાં,
ફેલાવો આ સંદેશ સમસ્ત.

હે બાળક! તુજ થકી છે,
સત્ય, અહિંસા, પ્રેમ તણી ગાથા.
વેદ-ઉપનિષદમાં ગાયું છે,
વિશ્વ તણી શાંતિની ગાથા.

સમગચ્છઘ્વં સમવદ્દધ્વં,
મંત્ર ઉતારશે જીવનપાર.
"વસુધૈવ કુટુંબકમ્" છે ગુરુચાવી,
બને સૌનો આ જ સૂરતાલ.

વિશ્વતણી શાંતિનો છે,
આ મુજ થકી સંદેશ.
સૌ બનાવો સૃષ્ટિને સુંદર,
તે જ છે મારો સંદેશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational