STORYMIRROR

Mukesh Kanani

Tragedy

3  

Mukesh Kanani

Tragedy

અરે ! કોણ માને

અરે ! કોણ માને

1 min
27.5K


અરે ! કોણ માને એક છોકરીએ મને છેતર્યો,

ઊભેઊભો નહિ આડો અવળો મને વેતર્યો. 


દુપટ્ટો બનાવે તો એનોય કોઇ વાંધો નથી,

ચીંથરા સાંધી ભીખારી સંગ મને નોતર્યો.


પત્થરમાં તો સૌ કોઈ કંડારે છે મૂર્તિ ઠીક,

એણે તો એની હથેળીમાં મને કોતર્યો. 

 

વાતોમાં વાતોમાં સરસ કહી ચાલ્યા ગયા,

પાધર ઊભો રાખી, ખીલે મને જોતર્યો.


બંને વચ્ચે હતું વરસો વિત્યાનું વન ખાલી,

જનાઝો જોઈ રડ્યા, તમારી યાદે મને ખોતર્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Mukesh Kanani

Similar gujarati poem from Tragedy