અંતરયામી
અંતરયામી
પ્રભુ મુજ નૈયા પાર રે ઊતારો અંતરયામી,
હવે તમે ઝાઝું ના રે વિચારો અંતરયામી,
મઝધારે નાવ મોજાં સંગ છે હાલકડોલક,
ક્યારે જડે મુજને રે કિનારો અંતરયામી,
દોષ ઘણા મારા પણ ભૂલવા ઘટે હરિજી,
સ્વીકારું છું કે નથી રે હું સારો અંતરયામી,
જગજંજાળે મોહવશ કેવો હરિવર ફસાયો,
નિજજન સમજીને રે સંભારો અંતરયામી,
છું શરણાગત ભક્તવત્સલ બિરુદ તમારું,
અહર્નિશ મારે તમારો રે પનારો અંતરયામી,
કેટલા તાર્યા કેશવજી આ એક ન હોય ભારે,
આપો મુજ ડૂબતાને રે સહારો અંતરયામી.
