STORYMIRROR

Divyang Shah

Inspirational

3  

Divyang Shah

Inspirational

અંધકારથી ઉજાસ તરફ

અંધકારથી ઉજાસ તરફ

1 min
196

લખવા માટે ખોલેલું પાનું બંધ કરવા ગયો.

ખબર નહીં કેમ પણ ઘણા મહિનાઓ ના કદાચ એક કરતાં વધારે વર્ષો પછી આ પાના સુધી પહોંચ્યો છું કદાચ.

પણ તેમ છતાં ખબર નહીં કેમ, પાનું બંધ કરવા ગયો.

કદાચ વર્ષો પછી આવ્યો એટલે એ ઉકળાટ ના રહ્યો હોય લખવાનો.


હા, ઉકળાટ.

થતું'તું મને એવું.

રાત પડે ને કૈક બહાર આવવા ઉથલ પાથલ મચાવે.

હું ના લખું તો મનમાં ઉકળાટ થઈ જતો.

ખબર નહીં ક્યાં મરી ગયો એ ઉકળાટ.


કઈ નહીં અહીં સુધી પહોંચ્યો એ ઘણું છે મારે માટે તો.

બાકી મે બે વાર નિષ્ફળ પ્રયાસ કરી લીધા 'તા આ પાનું બંધ કરવાના.

પણ કહે છે ને કે જે થાય એ સારા માટે.


આ એપ્લિકેશનમાં કૈક ભૂલ રહી ગઈ હશે તે આટલું લખવા પામ્યો.

બાકી ફરી એક વાર એ ઉઠેલો હાથ લખ્યા વગર જ રહી જાત

ફરી એક વાર એ વિચારોનું મનમાં જ દહન થઈ જાત

અને ફરી એક વાર એક દીવો પ્રગટયા પહેલાં જ ઓલવાઈ જાત,

આ દિવાળીએ એટલી જ શુભકામના કે મારા જેવા કેટલાય બુઝાઈ ગયેલા દીવડા આ દિવાળીનાં અંધકારમાં ફરી પ્રગટી ઊઠે અને કલમ અને કાગળની જીત થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational