STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

આવો હવે તો દાન

આવો હવે તો દાન

1 min
280


આવો હવે તો દાન આ દિલડાના દઉં !

તમારો હંમેશ માટે થઉં ! ... આવો હવે તો

કોની તે હૂંફ લઉં, એક તમારા વિના કોની પાસે હું જઉં ?

શીળી તે છાંયડી છોડીને શાને તીખા તડકાને લઉં ? ... આવો

આવો તો પ્રેમથી પાય પખાળું, હોંશે હોંશે કૈં ગઉં,

ખીલે છે ફૂલડાં જેવાં આ તેમ હું આવો તો ખીલી જઉં ... આવો

વેળા વીતે છે મોંઘી આ મારી, કેમ કરી શાંતિ લઉં ?

આજે તો પ્રેમ કરી આવો સવેળા કેટલી વાર તે કહું ? ... આવો

પૂજાની કોઇયે વિધિ ના જાણું, પ્રેમ છે મારે હૈયે બહુ,

'પાગલ' થૈ ચરણોમાં ઓવારી દઉં બધું, રાખો તેવો થઇ રહું ... આવો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics