આશા
આશા
કોઈ કવિની કલ્પના નથી
કોઈની આરઝું છું હું
કોઈ બાગનું ફૂલ નથી
બસ એક પતંગિયું છું હું
કોઈ મહેકતી સુવાસ નથી
એક ઠંડી હવાનો એહસાસ છું હું
કોઈ કવિની કવિતા નહિ
કોઈની જિંદગી છું હું
કોઈની નિષ્ફળતા હાર નથી
કોઈકને મળેલ જીત છું હું
કોઈ જીવંત વ્યક્તિ નથી
એક અનેરી આશા છુ હું.