આરોગ્ય
આરોગ્ય


સાચવો રે ! ભાઈ સાચવો !
આરોગ્ય આપણું સાચવો;
બીડી હોય કે પછી સિગારેટ,
આપીએ તેને આપણે જાકારો.
દારૂ કે પછી નશીલાં દ્રવ્યો,
માવો કે પછી પાન મસાલા;
નશો નોતરે વિનાશ,
પૈસાનું પાણી ને કેન્સર લાવે તાણી.
વાસી ખોરાક, દૂષિત પાણી,
આરોગ્યની સમસ્યા ભારી;
ઝાડા- ઉલ્ટી ને પેટ દર્દ,
આરોગ્યમાં લાવે રોગચાળો જાણી.
સાચવો રે ! ભાઈ સાચવો!
આરોગ્ય આપણું સાચવો;
હવા દૂષિત, પાણી દુષિત,
દૂષિત ફળદ્રુપ જમીન સારી.
સ્વાઈન ફ્લૂ, બર્ડ ફ્લૂ,
ચિકનગુનિયા કે પછી મલેરિયા;
ડેન્ગ્યુ, પ્લેગ કે હોય પછી,
કોરોના મહામારી આ સારી.
દૂધ, કઠોળ ને લીલા શાકભાજી,
એ જ સમતોલ આહાર;
ગંદવાડ ત્યાં મંદવાડ ને
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વીકારીએ.
કહે કવિ ગણ સારાં,
આરોગ્ય એ જ નિયમ બનાવીએ;
સાચવો રે ! ભાઈ સાચવો !
આરોગ્ય આપણું સાચવો.