STORYMIRROR

Vijay Jadav

Romance

3  

Vijay Jadav

Romance

આપનો સહકાર

આપનો સહકાર

1 min
14K


આપનો સહકાર આકારી જશે,

કામ મારું ખૂબ દીપાવી જશે.

મૂકી તો જો તું ભરોસો એના પર,

જિંદગી આખી એ હંકારી જશે.

કાળનાં તેડાં બધાંને આવશે,

ખાસ પે'લાં તો અહંકારી જશે.

એમના શણગાર પરથી લાગે છે,

આજ નક્કી હૈંયું ઓવારી જશે.

મૌન રાખી ચાહવાનું રાખો બસ,

આપમેળે ચોંટ અણધારી જશે.

રાખવો ફૂંફાડો થોડો તો ભલા

નૈ તો લોકો જાપટો મારી જશે.

મૌંન રાખો પણ નમાલા ના બનો,

માણસો મા'કાંગલા ધારી જશે.

સીંચશો જો સદગુણો સંતાનમાં,

ખુદ તો એ તરશે અને તારી જશે.

વાડ તો ખેતરમાં કરવી જોઈએ,

નૈં તો લોકો જાનવર ચારી જશે.

મન ભરી જીવી જ લેવાનું 'વિજય'

જિંદગી નૈં તો આ પરબારી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance