આનંદ પહેલા વરસાદનો
આનંદ પહેલા વરસાદનો
પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
શ્યામ રંગે મેઘો છવાયો,
શ્યામ રંગે મેઘો છવાયો,
ઝબકે વીજળી આકાશ માં,
પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
ધીરે ધીરે વર્ષાના છાંટા ટપકતા,
પહેલો વરસાદ દેખાયો શહેરમાં,
પહેલો વરસાદ આવ્યો,
આકાશમાં વાદળો ગડગડાટ કરતા,
આકાશમાં વાદળો ગડગડાટ કરતા,
મૂશળધાર વરસાદ આવ્યો શહેરમાં,
મૂશળધાર વરસાદ આવ્યો,
નાના મોટા સૌ આનંદે ઝુમતા,  
;
વરસાદ નો આનંદ માણતા,
પલટાયો પવન આજ શહેરમાં,
પલટાયો પવન આજ,
ધરતી આજ લીલુડી થાતી,
ધરતી આજ લીલુડી થાતી,
બીજમાં અંકુર ફુટતા,
બીજ માં અંકુર ફુટતા
આજ કિશાન આનંદે ઝુમતા,
આજ કિશાન આનંદે ઝુમતા,
વર્ષા ની વધામણી કરતા દેશ માં,
વર્ષા ની વધામણી કરતા,
પહેલી વર્ષા એ આનંદ છવાયો,
પહેલી વર્ષા એ આનંદ છવાયો,
પક્ષીઓ પણ આનંદિત થાતા,
પક્ષીઓ આનંદિત થાતા.