STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

આખરે સફળતા મળશે

આખરે સફળતા મળશે

1 min
179

ચાહે આયે આંધી યા તૂફાન,

આવે કોરોના જેવો વાયરસ,


હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ,

કોવિદ ગાઈડ લાઈનનું પાલન કરીશું,

આ વાયરસને અમે હરાવીશું,


મુખ પર માસ્ક પહેરીને,

જ્યારે અમે બહાર જાશું,

સામાજિક અંતર એવું રાખીશું,

એકબીજાથી દૂર રહીશું,


સેનેટાઈઝ અને હેન્ડવોશ કરીને,

સાવચેતી હંમેશા રાખીશું,

કોરોના વાયરસની જંજીરોમાંથી,

સફળતા પૂર્વક મુક્ત થાશું,

કોવિદ ગાઈડ લાઈનનું પાલન કરીશું,


દુઃખના દિવસો પુરા થાશે,

એકબીજાને મદદરૂપ થાશું,

સાવચેતી ને સાવધાનીથી,

આ સંઘર્ષ કરતા રહીશું,


બંધ થયેલા આ હાથોને,

જંજીરોમાંથી મુક્ત કરીશું,

જો તમે દ્રષ્ટિ બદલશો તો,

દ્રશ્યો પણ સારા થાશે,


એક સારા વિચારોથી,

ચાંદ સિતારા પણ બદલાશે,

જીવન નૈયા એજ હશે,

જંજીરો પણ તૂટી જશે,


એક હકારાત્મક દિશાથી,

કિનારા પણ બદલાશે,

દૂર દેખાતા કિનારા પણ,

જલ્દી જલ્દી નજીક આવશે,


જીવન નૈયા એજ હશે,

જંજીરો પણ તૂટી જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational