આઝાદી વિચારોની
આઝાદી વિચારોની
દુનિયાનાં આ નજરીયાથી,
બધાય સર્વ સાંકળા,
જો તમ મરજી ના થયા તો,
સમાજી યો થાય બેબાકળા,
પૂર્વજોનાં એ વિચાર,
શા માટે થઇ રહ્યા પહાણ,
તમ દૃષ્ટિ જુદી, અમ નજરથી
તો શાથી સર્વ ને એક આણ,
કેમકે ......
સર્જનતાની આ દુનિયામાં,
આઝાદ વિચારોથી જ કલ્યાણ.
સ્ત્રી ઘરની ગુડિયા થશે ને,
પુરુષ બેઠો હુકુમદાર,
સર્વ માનવી આ ભોમનાં,
ન કેમ સ્વતંત્રતા એક સમાન,
ચાલી શકો ના એકલા,
ના તમે સશકત છો,
કરતબ કરવાના જે કહે એ,
જોકર અમ સર્કસનાં છો,
સ્ત્રી છો નિર્બળ છો,
અબુધ્ધ ને અતિશિલ છો,
આ હાકલા નીચ સોચના,
કુવિચારનાં ગુલામ છો,
જો ......
તુચ્છ દૃષ્ટિ કરશે બરબાદી,
આઝાદ વિચારોથી જ કલ્યાણ.
વિચાર સર્વ મહિલા તણો,
આ ભોમ મા પોકારી રહ્યો,
નિર્બળ નથી અડગ છીએ મનથી,
છીએ જન્મદાત સૃષ્ટિનાં,
સાથ જરા જો મળે હૂંફનો,
તો કરીએ અકલ્પ્ય કામ,
દામ્પત્ય જીવન સવારતાં સાથ,
કરીએ આશરો સંસાર નામ,
કેમકે.......
સમ્યોગ્યતાં એથી જગતમાં,
આઝાદ વિચારોથી જ કલ્યાણ.
પંચતત્વનું આ દેહ,
જીવન માટે પાણી ને આહાર,
ન કુદરત અણગમાડે કોઈને,
તો ભેદ કરનાર કોણ મહાન,
કાષ્ટ, જ્ઞાતિ ને ધર્મ સર્વ,
બાળક તુચ્છ વિચારના,
ઉપર ઉઠવાનો એક માર્ગ,
થઇ સેનાની નવ નિર્માણનાં,
કેમ કે .....
વિશ્વ બંધુતાથી જ ઉધ્ધાર,
આઝાદ વિચારોથી જ કલ્યાણ.
