આગમન તારું
આગમન તારું
મારે થાય જવાનું ને હોય આગમન તારું,
ના અહીં રહેવાનું ને હોય આગમન તારું,
જિંદગીમાં તું ના મળ્યો નથી એ અફસોસ,
છેલ્લે ના કૈં કે'વાનું ને હોય આગમન તારું,
આખરે તારાં દર્શનથી થાઉં હું પરિતૃપ્ત ને,
તને દેખી હરખવાનું ને હોય આગમન તારું,
વધાવી લઉં હરિવર તારાં આગમન ને હું,
પ્રાર્થના ના કરવાનું ને હોય આગમન તારું,
શિથિલ ને સુષુપ્ત અંગ ઉપાંગો મજબૂરી,
મનોમન આરાધવાનું ને હોય આગમન તારું.
