STORYMIRROR

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

આગેવાન આાંધળા જેના

આગેવાન આાંધળા જેના

1 min
14K


શે'ર દિલ્લીમાં એક દિ' ઊઠી કારમી હાલકલોલ;

દસ દિશાએ ધૂળના ડમ્મર; વાગતા આવે ઢોલ;


આગેવાન ત્રણસો આવે

ટેલીગ્રાફ તાર ધ્રુજાવે.


આગેવાન આંધળા જેના,

કટક એનું જાય કુવામાં.


ત્રણસોએ જ્યારે તાળીઉં પાડીને જીભનો દીધો દમ,

'વૉય મા!' કહીને આંખ મીંચી ગૈ હાકેમ કેરી મઢમ,


ચર્ચિલને તાવ આવી ગ્યો,

માંદો રૂઝવેલ્ટ પડી ગ્યો — આગેવાન૦


ત્રણસો નેતા ટાંપીને બેઠા, મોકલી દૈ ઠરાવ,

છાપેલ એક પતાકડું આવ્યું, 'ઘર ભેળા થૈ જાવ !'


આગેવાને આમળી મૂછ્યું :—

'અમે તો ધારી મૂકયું’તું' — આગેવાન૦


બાદઆગેવાને ભાખિયાં ભાવિ, બાપુ તો જીવશે નંઈ!

જીવશે તો ચમત્કાર ગણાશે, શાંત રે'જો સૌ ભઈ !

ખબરદાર રોયા ય છો તો !

નવો કોઈક કાઢશું રસ્તો—આગેવાન૦


ત્યાગનોને મારગ મૂરખાઓનો: શું કરે તેજબ્હાદૂર !

‘સર’નો છે નૈ મોહ કૈં બાકી, તોય કરે નવ દૂર—

કાં કે એને બીક લાગે છે

લોકો તકસાધક કે'શે !—આગેવાન૦


મારું બેટું આ તો જીવી ગ્યા બાપુ !

તેજ થ્યાં એનાં બજાર

હિન્દની પૉલીટીક્સને હવે કેમ કરશું ઉદ્ધાર !

એના એજ લોહીઉકાળા !

અનશન પ્રાર્થના વાળા !


આગેવાન ત્રણસો ઊઠ્યા,

પોતાને ઘેર પાછા ગ્યા.


આગેવાન આંધળા જેના,

કટક એનું જાય કુવામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics