આદિત્ય
આદિત્ય
કિરણોનું થયું આગમન …
પ્રથમ પ્રહર ના પાવન પગલે ,
ઝૂમી ઊઠી ધરાનું પ્રફુલ્લ ક્ષેત્ર ,
સંચલિત છે રચનાની દોર તેનાં હાથમાં , સર્જનકારના મનમાં શું વસ્યું હશે આજ ,
ભર્યું આભ હદયંગમ દ્રશ્યો સર્જાતાં ,
બોલકણી હું કેમ મૂંગું થઈ જવાય ,
કંઈક ઊંડે વિચાર્યું ત્યાં ,
લખાણી એક કવિતા ,
ખોટ કંઈક વર્તાય તો કહેજો કાંઈક ,
તમારા વિચારો ક્યાંક મારા કામ આવી જાય ,
બાકી ઉત્તમ તસ્વીર બનીઆજની ,
ને આવરણ આનંદનું ચઢાવતી જાય ,
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
