STORYMIRROR

Vijay Jadav

Inspirational

3  

Vijay Jadav

Inspirational

આધાર છે

આધાર છે

1 min
14.1K


આ ગઝલ મારી સમજની બ્હાર છે;

લાગે છે મારે હજી પણ વાર છે.

ઊંઘી રે'વામાં છે પણ શું ફાયદો?

દ્યો તજી આળસ તો એમાં સાર છે.

ભાગ્ય પર બેસી રહો તો શું મળે!

મરડો આળસને તો ખુલ્લા દ્વાર છે.

છો ને અહિ જીતે, સહારે જૂઠના,

છેવટે તો નક્કી એની હાર છે.

મૂર્તિપૂજાને નકારી ના શકો,

ચોટી પર ચડવાનો એ આધાર છે.

ખ્યાલ પણ આવ્યો નથી મુજ દિલમહીં,

કોણ કે'છે ? મુજને તુજથી પ્યાર છે.

તું ભલે, મુજને ના પ્હેચાને તો શું?

તેં લખેલા મારી પાસે તાર છે.

સપનાં મોટાં જોવાં જોઈએ "વિજય";

જો કરો પરિશ્રમ તો એ સાકાર છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational