આ રંગ છે
આ રંગ છે
1 min
341
આ રંગ છે અનેરા તેનાથી જીવન રંગી લઈએ,
થોડા રંગો ને જીવનમાં ઉતારી દઈએ,
આ પ્રાર્થના છે પવિત્ર તેનાથી પ્રેમાળ બની જઈએ,
થોડા પ્રેમના પુષ્પોને બાગમાં ઉગાડી દઈએ,
આ ભાવ છે ભરેલો તેને ભલાઈથી ભાવના બનાવીએ
થોડા ભૂમિમાં ભલામણના ભેરુ બનાવી લઈએ,
આ માયા છે મોહની તેને મચોડતા રહીએ
થોડા મહેનતના મનોબળ ને મનમાં મહેકતા કરીએ,
આ જીવન છે જરૂરી તેને જિંદગી બનાવી લઈએ
થોડી જીવનને જરૂરી જ્યોત જગાવતા રહીએ.