Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Fantasy Thriller

4  

Mrugtrushna Tarang

Fantasy Thriller

મૃત્યુનો દેવતા

મૃત્યુનો દેવતા

5 mins
186


"હલ્લો, કેમ છો ભાઈ શ્ર્લોક ? આ એક વાત પૂછું તમને ? ખરાબ ન લગાડતાં હોં !"

"ચચા, માઈ નેમ ઇઝ શારલોક હોમ્સ. યુ કોલ્ડ મી શ્લોક. નોટ શ્લોક. ઇટઝ શારલોક. શારલોક."

"આઈ નો યોર નેમ વ્હાલા! પણ, હું શું પૂછવા માંગુ છું તને એ ખબર છે ?

"મારું તને એમ પૂછવું છે કે, તારાં નામ પાછળ આ હોમ્સ નામનું પૂછડું કેમ લટકાવ્યું છે તેં, હેં ! -

- વાય યુ પુટ લટકણ ઑફ હોમ્સ બિહાઇન્ડ યોર નેમ, શ્ર્લોક ?"

"ચચા, ઇ મારું સરનેમ છે... જેમ તમારું ચૌધરી છે ને, બસ એમ જ!"

"ઓકે, (મનમાં જ બબડતાં - ઘર વગરનો નથી એવું જણાવવા ટપકાં મૂકતો હશે સાબૂ!) ઓકે..."

"ચાચા જી, તમારો ટ્રંક કૉલ આવ્યો છે અમેરિકાથી ? તમે વાત્યું કરશો કે પેલા અંગ્રેજ ને આપું ફોન!" 

ચચી એ ઠાવકાઈથી પૂછ્યું. "એ અલી ચચી, તું બૈરી મારી જ છે ને, કે પછી, વટલાઈ ગઈ છું!"

ઠપકો પણ પ્રેમથી આપવો. - આ ઠાવકાઈ ચચા આટલા વર્ષોમાં શીખી ગયેલાં અને એટલે જ ચચીની ગમે તેટલી મોટી ભૂલ ને પણ ચચા સમજણભર્યા ને હસમુખા વાક્યોમાં પલટી વાતાવરણ હળવું કરી દેતાં એટલે ભૂકંપ આવવાનો અણસાર ક્યારેય એમને ન્થ નડ્યો કદી...

"હલ્લો, કોણ બોલ છ ? જંગોલીયાનાં પ્રેસિડન્ટ મિ. ચબરાક સોંગઠામા, એમને! હાં, ફરમાવો સાહેબ! 

શી સેવા ચાકરી કરાવવી છે તમારે અમારાથી ? થોડું ઊંચું બોલો સાહેબ. એ તો એવું છે ને કે, આ શ્રલોક હોમ્સ ખરો ને, તે અહીં ભારત ફરવા નીકળ્યો... ને છેક હમણાં મારે ત્યાં પૂગ્યો...  એટલે, એને જાણ કર્યા વગર તો હું તમને 'હા' ન પાડી શકું.

તો, પછી, એવું કરો કે સાંજે ફરી ફોન કરી પૂછજો. હું પૂછી રાખીશ એને. એટલે એ પછી આપણે વાત નક્કી કરીશું.

સમજ્યા ને! હાં, બસ, બસ... તમને હમજો એ બહુ અગત્યની બાબત છે."

ફોન હેન્ડલ પર લટકાવી ચચા હોમ્સ સામે આવી બેઠક જમાવે એ પહેલાં તો હોમ્સનો સાથી રોબર્ટ આવરોબાવરો થઈ ઉઠ્યો ને કંઈ !

આમથીતેમ આંટા ય મારવા લાગ્યો. એને ચૅન ન પડે.

હોમ્સ એની આદત મુજબ શાંતિથી ચિરૂટ પી રહ્યો હતો અને ચચાની આડીતેડી હરકતો પાછળનો ભાવાર્થ સમજવાની કોશિશ કરી રહ્યો હતો.

ત્યાં, ચચી ફરી આવી ચચા અને હોમ્સની વાતચીતમાં ટાપસી પુરવવા...

"હોમ્સ, ફાયર હિલ જવાનું સાધન નક્કી થાય કે આપણે સૌ કાલે સવારે ત્યાં પહોંચી જઈએ. રાઈટ."

"રાઈટ, ચચા."

બીજે દિવસે મળસ્કે જ સહુ સફારી જીપ લઈને બ્લેક હિલ રિજનલ પાર્ક સામેના ફાયર હિલ પર જવા માટે ટ્રોલી ટ્રેનમાં બેઠા.

સહુને વારાફરતી ત્યાં પહોંચવામાં સાડા સાત કલાકો થયાં. તળેટીમાં રહેતા આદિવાસી લોકોનાં વાંસનાં ઘરમાં રહેવાનું નક્કી કરી ચચા અને ચચી માટે અલગ ઝુંપડી તૈયાર કરી. જ્યારે, હોમ્સ માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી.

હોમ્સ, આદત મુજબ ફાયર હિલને ચારેકોરથી રી-ચેક કરવા ફરવા નીકળ્યો. અને એનો ફ્રેન્ડ રોબર્ટ બ્લેક હિલની સામેના રિસોર્ટમાં રહી બાયનોક્યુલરથી જરૂરી એવી માહિતીઓ મેળવવામાં વ્યસ્ત રહ્યો.

ચચીએ પણ સાબૂની મદદથી ફાયર હિલનો ગુપ્ત માર્ગ જાણી લીધો.

ત્રીજે દિવસે ચચીને ફાયર હિલ પરની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં. મેઇન ડૉ. શાંઘાઈ એમનાં પત્ની તથા બાળકોને તેડવા ઓરેંજ સિટી એરપોર્ટ પર ગયા હોવાથી એ દિવસ આમ જ બેકાર ગયો.

ચચીએ કણસવાની ભારી એક્ટિંગ કરીને સ્ટિંગ ઓપરેશનમાં ચચા ચૌધરીને ઘણી મદદ કરી.

ડૉ. શાંઘાઈ, એજ સાંજે ચચીને ડાયગન્સ કરવા આવ્યાં. ચચીને જોઈ ડૉ. ને શંકા તો ગઈ પણ, ચચીની એક્ટિંગ કામ કરી ગઈ અને ડૉ. એ અઠવાડિયા પછીની તારીખ મૃત્યુ માટે જાહેર કરી દીધી.

હોમ્સ તથા ચચા ચૌધરી પાસે ફક્ત એક અઠવાડિયું વધ્યું હતું ચચીનો જીવ બચાવવા માટે.

સાબૂ તો ડૉ. ને નસ્તેનાબુદ કરવા ઉતાવળો થઈ રહ્યો હતો. જેમતેમ કરીને એને ચચાએ મનાવ્યો કે જેથી સ્ટિંગ ઓપરેશન વડે એ ડૉ. શાંઘાઈને રંગે હાથ પકડી શકાય તેમ, ત્યાંની આમ જનતાનાં મસ્તિષ્કમાં એ ડૉ. ને ઈશ્વરનો જે દરજ્જો આપવામાં આવ્યો હતો એ પણ તો દૂર કરવાનો હતો.

આસપાસનાં ગામડાઓમાં જઈને હોમ્સ અને એનાં ફ્રેન્ડ રોબર્ટએ ઘણી બધી ઈન્ફોર્મેશન જમા કરી અને એ રીતે કેટલાક લોકોને તૈયાર પણ કર્યા.

ત્રીજે દિવસે બે જણાં ફૂડ પોઈઝનિંગનો કેસ લઈ ડૉ. શાંઘાઈ પાસે એડમિટ થવા આવ્યાં. એમને જોઈને ય ડૉ. એ ચાર દિવસનો તો બીજા પેશન્ટને બે દિવસમાં ઠીક થઈ જવાનો દાવો પાક્કો કર્યો.

ચચાનો દાવ ફેઈલ જઈ રહ્યો હતો. ત્યારે એમણે પોતાનાં નગરનાં સબનીસને રાજી કરી ફાયર હિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે આજનો દિવસ નક્કી કર્યો.

ચચીને બચાવવામાં ફક્ત બે જ દિવસ શેષ રહ્યા હતાં. અને, ચચીનો જીવ તાળવે ચોંટી રહ્યો હતો.

ઉપરથી જંગોલીયાનાં પ્રેસિડન્ટ મિ. ચબરાક સોંગઠામા સતત વોર્નિંગ પર વોર્નિંગ પાઠવી રહ્યા હતાં કે કેસ જલ્દી સોલ્વ કરો નહીંતર ચચા ચૌધરી તેમજ શ્રલોક હોમ્સને જેલમાં ઘાલી દેશે આજીવન માટે...

છેલ્લો દિવસ આવી ગયો તોય હોમ્સ એ જાણવામાં અસફળ રહ્યો કે ડૉ. શાંઘાઈ પાસે એવી કઈ જાદુઈ શક્તિ હતી કે જેનાં કારણે તેઓ પેશન્ટને એનો મૃત્યુનો દિવસ તથા સમય ચોક્કસપણે જણાવતાં અને એવું જ થતું પણ.

અત્યાર સુધીના એમનાં 199 કેસિસમાં એવુ જ બન્યું હતું અને એ પછી એનું પોસ્ટમોર્ટમ કરવાની જરૂરત ઊભી નહોતી થતી.

ડૉ. શાંઘાઈ મૃત્યુનો દેવતા તરીકે પ્રખ્યાત થવા લાગ્યો હતો.

અને, ફાયર હિલ પરની એ હોસ્પિટલમાંથી મૃતદેહને ડાયરેકટ નીચે ખીણમાં પધરાવી દેવાતા જ્યાં સતત ફાયર ચાલુ રહેતી અને મૃત્યુ પામેલા લોકોને મોક્ષ મળી જતો.

બપોરનાં સાડા ત્રણ વાગે ચચીને સ્પેશ્યલ વોર્ડમાંથી ડૉ. ની કેવિનમાં લઈ જવામાં આવ્યાં. જ્યાં એમને બપોરે ત્રણ વાગે જ બેહોશીનું ઇન્જેક્શન આપીને બેશુદ્ધ કરી દેવાયા હતાં આરામ કરવાનાં બહાને.

ડૉ. ની કેબિનનો એક દરવાજો OT તરફ ખૂલતો, જ્યારે બીજો ગુપ્ત દરવાજો ડૉ. શાંઘાઈનાં લાયબ્રેરી તરફ ખૂલતો. અને, ડૉ. શાંઘાઈ લાયબ્રેરીમાંથી જ આવ-જા કરતાં.

ડૉ. સાંઝની ચાર વાગ્યાની ચ્હા પીવા ગયાં અને થોડીવારમાં પાછાં ફર્યા. પોતાની કેબિનેટમાં આવ્યા બાદ ડૉ. એ પોતાનાં ખાસ કિસમનાં ગલ્વઝ પહેર્યા અને સર્જિકલ નાઈફ લઈ ચચીને ઓપરેટ કરવા એ તરફ આગળ વધ્યાં.

સર્જિકલ નાઈફ ચચીનાં ઇન્ટેસ્ટાઈન પર આરીની જેમ ફરી વળે તે પહેલાં તો ચચી ઊઠીને સફાળા બેઠાં થઈ ગયાં.

પેશન્ટને આમ ઓપરેશન ટેબલ પર બેઠેલા જોઈ ડૉ. નાં હાથ થર થર થર થર કાંપવા લાગ્યાં. પોતાનાં ગુપ્ત રસ્તે પલાયન થવાનું વિચારી રહેલાં ડૉ. ને રંગે હાથે પકડી હોમ્સ અને ચચાએ એમને પોલીસને હવાલે કર્યા.

પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવાની જરૂરત જ ન ઊભી થઈ. પોતાની પત્ની તેમજ બાળકોની નજરોમાં એમનાં પ્રત્યેની ઘૃણા જોઈ ડૉ. એ કબૂલાત કરી લીધી. તથા, પોતાનાં ગુનાહો પાછળનું રહસ્ય જાહેર કરતાં જણાવ્યું કે,

"ઈન્સાનનાં બૉડીમાં મૃત્યુ સમયે શું ચેનજીસ આવે અને કઈ કઈ ગ્લેન્ડસમાંથી કેવા કેવા જ્યૂસિસ નીકળે એના પર રિસર્ચ કરવા મૃત્યુનો દિવસ અને સમય જણાવતો અને એ હિસાબે એક્સપરિમેન્ટ કરતો. જેમાં, એને ખાતરી રહેતી કે કોઈ જીવતું નહીં બચે એટલે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમનાં પર જ પ્રયોગ કરી પોતાની થિસિસ પૂર્ણ કરતો.

સાયકોપેથ ડૉ. શાંઘાઈને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી.

તથા એમનાં કુટુંબીઓને બ્લેક હિલ એરિયાથી દેશવટો આપવામાં આવ્યો.

એ પછીથી હવે એ ફાયર હિલ હોસ્પિટલને ત્યાંથી શિફ્ટ કરવામાં આવી કે જેથી ડૉ. શાંઘાઈની, મૃત્યુનાં દેવતાની દહેશતથી કોઈ ડરે નહીં.

"શાબાશ! મેરે દેહાતી શેર ચચા ચૌધરી એન્ડ મોર્ડન શેર શ્ર્લોક હોમ્સ! આઈ એમ પ્રાઉડ ઓફ યુ બોથ!" -

જંગોલીયાનાં પ્રેસિડન્ટ મિ. ચબરાક સોંગઠામાએ બંન્નેવ શેરને ઈનામ મેળવવા જંગોલીયા તેડાવ્યાં અને હોલિડે પેકેજ પણ આપ્યું.

ચચા, ચચી, અને સાબૂ પ્લેનમાં બેસી જ ન શક્યાં એટલે, શરલોક હોમ્સ અને સાબૂ વચ્ચે રેસ લાગી.

જે વહેલા પહોંચે એણે બીજાને દાવત ખવડાવવાની.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy